અર્ધ અસત્ય. પ્રકરણ-૬૩ પ્રવીણ પીઠડીયા જબરજસ્ત આઘાતથી કુસુમદેવીની આંખો ફાટી પડી. તેમનો હાથ અનાયાસે જ તેમના પેટ ઉપર ચંપાયો. હાથની હથેળીઓમાં ગરમા-ગરમ ચીકણાં લોહીનો સ્પર્શ થયો અને તેઓ ઢગલો થઇને ત્યાં જ પડી ગયા. આંખનો પલકારો ઝબકે એટલી ઝડપે એ ઘટના બની હતી. તેઓ ભયંકર ક્રોધથી કાંપતાં બાપુની દિશામાં આગળ વધ્યાં જ હતા કે અચાનક બાપુએ ઝનૂનમાં આવીને ફાયર કરી દીધો હતો. ગોળી સીધી જ તેમના પેટમાં ખૂંપી ગઇ અને ત્યાંથી લોહીનો ફૂવારો વછૂટયો હતો. તેમણે ભયંકર આઘાતથી બાપુ સામું જોયું. એ નજરોમાં દુનિયાભરનું આશ્વર્ય સમાયેલું હતું. બાપુ આવું કંઇક કરશે એ વિશ્વાસ તેમને થયો નહી. બેડરૂમમાં જબરજસ્ત આતંક ફેલાયો