રીવેન્જ - પ્રકરણ - 52

(184)
  • 5.5k
  • 11
  • 3.3k

રીવેન્જપ્રકરણ-52 રાજવીરે રાધાકૃષ્ણનાં મંદિર જવાનું સૂચન કર્યું અને અન્યાએ તરતજ સ્વીકારી લીધું. અને મંગેશનો ફોન આવ્યો મળવા અંગે એનાં નવા ડાન્સ ફલેવર એક જુદીજ જાતની નૃત્ય રચના છે એમ કહીને અન્યાને બોલાવી. અન્યાએ કહ્યું.. હાં હું ચોક્કસ આવીશ છતાં અન્યાને જાણે કોઇ અજુગતો એહસાસ થયો હોય એવું લાગ્યું અને એની આંખમાંથી જાણે તણખાં થયાં. તૈયાર થઇને આવેલાં રાજે પૂછ્યું "હાય.. ડાર્લીંગ કોનો ફોન આવ્યો ? અન્યાએ વાત અને નામ છૂપાવીને કહ્યું અરે કોઇ પ્રોડ્યુસર... છોડને આવ્યા કરે આવાં બધાં ફોન... રાજે કહ્યું "શું વાત છે ? થોડાંક જ સમયમાં મારી અન્યાની તો ડીમાન્ડ વધી ગઇ છે ક્યા બાત હૈ ?