દેવલી - 2

(36)
  • 3.5k
  • 1.6k

લગ્નની પ્રથમરાત્રીના શમણાં જોતો કાનજી રડી રડીને સાવ નીતરાઈ ગયો હતો .મોયરાનાં મીંઢળ લાલ રંગથી શોણિતને ધ્રુજવી રહ્યા હતા.ચારેકોરનો ઉમંગ ને ઉત્સાહ માતમમાં પથરાઇ ગયો હતો.માંડવાની ઝૂલ ફર –ફરતી ભેંકાર ભાસતી હતી.પરોઢનો સૂરજ ત્રાહિમામ થઈને ઉગ્યો હોય તેમ આગ ઝરતા કિરણો નાખી રહ્યો હતો. પુરષોતમની પાઘડી લોહીથી ખરડાઈને દીકરીના શોણિતને કાળું ડીબાંગ દેખાડતી હતી.માં વિના ઉછરીને મોટી કરેલી અને પરણાવવાના કોડ જોયેલા; અરે હજુ ગઈકાલે સાંજનાજ દીકરીને પીરસતી જોઈને પુરષોતમની આંખો ભીની થઇ ગઈ હતી અને એક જવાબદારી સમુસુતરી પાર પડે અને પોતાના અભરખા દેવલીને સારા ઘરની પણીહારણ બનાવવાના પુરા થશે.આવતી કાલે તે વિચારો માત્રથી તે કેટલો હરખના આંસુડા થી