જગદીપ “શોલે” ફિલ્મમાં સૂરમા ભોપાલીનું પાત્ર ભજવવા માટે સતત ઇનકાર કરી રહેલા જગદીપને મનાવવા માટે સલીમ જાવેદને ભારે પ્રયત્નો કરવા પડયા હતા. તે પાત્ર માત્ર જગદીપને ધ્યાનમાં રાખીને જ લખવામાં આવ્યું હતું. વાસ્તવમાં આખી ફિલ્મ શૂટ થઇ ગયા બાદ ધર્મેન્દ્ર અને અમિતાભ સાથેના જગદીપના દ્રશ્યોનું શૂટિંગ જ બાકી હતું. જગદીપને “શોલે” ના અન્ય પાત્રોની સરખામણીમાં સુરમા ભોપાલી ની ભૂમિકામાં કોઈ દમ લાગ્યો નહોતો. પણ સલીમ જાવેદની સમજાવટને કારણે જ આખરે તે દ્રશ્યો શૂટ થઇ શક્યા હતા. જોકે “શોલે” ના અન્ય પાત્રોની જેમજ સૂરમા ભોપાલીનું પાત્ર પણ અમર બની ગયું હતું. વર્ષો બાદ જગદીપે “સૂરમા ભોપાલી” નામની કોમેડી ફિલ્મ પણ બનાવી