"Freedom is not given, It is taken" શબ્દોમાં જ આઝાદીના હક્કની અને લોકમાન્ય ટિળક ની ભાષાની ઝાંખી વર્તાય. સ્વામી વિવેકાનંદથી પ્રેરિત, ગાંધીજીનું જીવન જેટલું સ્પષ્ટ છે તેનાથી એકદમ વિરુદ્ધ જેમનું જીવન (ખાસ તો મૃત્યુ) રહસ્યમય છે તેવા સુભાષચંદ્ર બોઝ નો જન્મ 23 જાન્યુઆરી 1897 ના રોજ કલકત્તામાં થયો. નાનપણથી જ ક્રાંતિકારી વિચારો ધરાવતા સુભાષબાબુ એ એક વખત તેમની કોલેજમાં ભારતીયો ને ગાળ આપતા એક પ્રોફેસર ને માર્યો હતો. તેમણે ઇંગ્લેન્ડ જઈને એ સમયે આઈ.સી.એસ. ની પરીક્ષામાં ચોથો નંબર પ્રાપ્ત કર્યો હતો. પણ નારસૈંયા, મીરાંને જેમ શ્યામ ની ધૂન લાગી તેમ માંભોમ ની ધૂનમાં ગાંડા થયેલા ક્રાંતિકારીઓમાંના સુભાષબાબુ હતા. આઈ.સી.એસ. ની ડીગ્રી ને