અલ્યા એ ઉભો રે.. તરડાયેલ પ્રચંડ હોકારે ઉતાવળે ડગ માંડતા પથિકને રોકાય જવા ફરમાન ફેંક્યું.આધેડ વય વટાવી ચૂકેલ માનવીના ધૂળમાં પગ ખુપ્યા પણ એની ચકરવકર આંખો અંધકારને ફફોસતી ચોમેર ફરતી હતી. કોણ શે ભૈ? અલ્યા હું પરભુ. મારા એક હોકારે શેઠિયાં વેપારીઓ હોલાની માફક ફફડે ને તું વળી નામઠામ પૂછવા મંડયો હે. પણ બાપુ હું નવો શુ એટલા હારું પૂછી બેઠો માફ કરો. છું તો આ મલકનો જ ને. કહેતો પરભુ એક કદાવર પાંચ હાથોડી કાયા લઈ માર્ગનો આડશ બની ઉભો રહ્યો. પહેરવેશ સાદો હતો. કાળું ખમીસ અને ધોળું ધોતિયું એના અંગોએ કસાયને ચોટયા