લેટેસ્ટ મોબાઈલ

(59)
  • 3.6k
  • 5
  • 1.2k

લકી કેટલાય દિવસોથી જીદ કરી રહ્યો હતો, એક નવા મોબાઈલ ફૉન માટે. એના પપ્પા એને સમજાવી રહ્યા હતા કે થોડા દિવસ જૂના ફૉનથી કામ ચલાવી લે પછી એ નવો અપાવશે, પણ લકી હવે જીદે ચઢ્યો હતો."પપ્પા આ સારી વાત નથી. તમે મારી સાથે ચિટિંગ કરો છો!" લકીએ નાકના ભૂંગળા ફુલાવી ફરિયાદ કરી, "તમે જ પ્રોમિસ કરેલું કે આ વખતની યુનિટ ટેસ્ટમાં હું નેવું પ્લસ ટકા લાવું તો તમે મને નવો લેટેસ્ટ ફૉન લાવી આપશો, હું પંચાણુ ટકા લાવ્યો હવે તમારે ફૉન ખરીદવો જ પડશે.""લઈ આપીશ બેટા, હું ક્યાં ના કહું છું, પણ મારી ડીલ તો પાકી થવા દે. પાર્ટી મને