ટ્રુથ બિહાઇન્ડ લવ - 30

(135)
  • 5.5k
  • 7
  • 3.2k

ટુથ બિહાઇન્ડ લવ-30 સ્તુતિ પાણી લેવાં માટે નીચે ગઇ અને જાણે તકની રાહ જ જોતો હોય એમ સ્તવને પળનોય વિલંબ કર્યા વિનાં સ્તુતિનાં રોલમાં રહેલી શ્રૃતિને કેડથી પકડીને પોતાની બાંહોમાં લઇ લીધી ભીંસ આપીને એનાં હોઠ પર હોઠ મૂકીને દીર્ધ ચુંબન લઇ લીધું ખૂબ પ્રેમથી મધુરસ ચૂસતો રહ્યો અને શ્રૃતિ પણ ભાન-સ્થળ -સંબંધ ભૂલીને ઓતપ્રોત થઇને સ્તવનને સાથ આપી રહી. સ્તુતિનાં ઉપર આવવાનાં પગરવ સાંભળીને શ્રૃતિ એકદમ જ સ્તવનથી છૂટી પડી ગઇ અને સ્વસ્થ થવાં પ્રયત્ન કરવા લાગી... સ્તુતિએ આવીને શ્રૃતિને પાણી આપી કહ્યું "લે દી.. પાણી તું તો જાણે તરસી થઇ ગઇ અને મને ધક્કો ખરવરાવ્યો.