સાહસ (અંક 4) રાકેશે એનો ફોન (અને સચિનની દિલ્લગી) ઝૂંટવીને ચાલતાં થયેલાં પ્રોફેસર પ્રતાપ ડામોરની પાછળ ચાલવાનું શરૂ કર્યું હતું. રાકેશ પ્રતાપ ડામોરથી પાંચેક ડગલાં પાછળ ચાલી રહ્યો હતો, જેથી તેને કોઈ શક ન પડે કે કોઈક મારો પીછો કરી રહ્યું છે. રાકેશ તેની પાછળ ચાલતો રહ્યો. પ્રોફેસર સીડીઓ ઊતર્યો અને જમણી બાજુ વળ્યો. રાકેશ તેની પાછળ થોડે દૂર ચાલતો રહ્યો. સચિન દોડતો રાકેશની બાજુમાં આવ્યો અને તેની સાથે ચાલવા લાગ્યો. બોલ્યો- “અલ્યા એય રાકલા, શું કર હ તું?” “તું અત્યારે શાંતિ રાખ.” “અલા પણ કે’તો ખરો ભૂડા.” તેણે કહ્યું- “હાવ આવું કરવાનું? કે’વાનુંય નઈ?”