સુખનો પાસવર્ડ આશુ પટેલ કોઈ એક શ્રીમંત માણસનો એક સારો વિચાર ઘણા ગરીબોનું જીવન બદલી શકે એક વેપારીએ દીકરીના લગ્ન પાછળ પૈસા વેડફવાને બદલે એનો અનોખો ઉપયોગ કર્યો! 2016માં મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના લાસરના વતની અજય મુનોતે તેમની દીકરીનાં લગ્ન એ રીતે કર્યા કે લાસર અને આસપાસના વિસ્તારના લોકોને એ લગ્ન યાદ રહી ગયાં. ના, અજય મુનોતે તેમની દીકરી શ્રેયાનાં લગ્ન ધામધૂમથી નહોતા કર્યા. ન તો તેમણે દીકરીને કરોડો રૂપિયાની ભેટસોગાદો આપી હતી. એને બદલે તેમણે કાંઈક જુદું જ કર્યું હતું. અજય મુનોતે દીકરીનાં લગ્ન અગાઉ બાર ફૂટ બાય વીસ ફૂટના એક રૂમ, રસોડાવાળા નેવું મકાન બનાવ્યાં. સવા લાખ રૂપિયાની કિંમતનું