મરુભૂમી ની મહોબ્બત - ૨૦

(35)
  • 3.6k
  • 2
  • 1.3k

" પ્રકરણ : ૨૦ " "હીના..આઈ એમ સોરી.."મેં આ શબ્દો કહ્યા ત્યારે હીના બાળમેર જેસલમેર હાઈવે પર ગાડી ચલાવી રહી હતી.એ ડ્રાઈવિંગ સીટ પર હતી.હુ એની બાજુની સીટ પર હતો. મારા એ શબ્દોથી એને કશો ફેર પડ્યો નહોતો.એ બને તેટલું જોરથી એકસીલેટર દબાવીને બેસી ગઈ હતી. આ હાઈવે પર આટલી ઝડપે ગાડી ચલાવી શકો એનું કારણ એક જ હતું કે ટ્રકો અને વોલ્વો સિવાય બીજાં કોઈ વાહનો સામેથી આવતા દેખાતાં નહીં.વધુમા વધુ તમને આર્મીની ગાડીઓ મલે..એ સિવાય રસ્તાની બેય બાજુ ઉડતી ધૂળની ડમરીઓ તેમજ છુટાછવાયા ગામડાં... અથવા તો દુર દુર દેખાતી પવનચક્કીઓ.. " હીના..મને એમ કે તને ખોટું લાગશે...બાકી