શિકાર : પ્રકરણ 14

(230)
  • 5.9k
  • 7
  • 3.3k

સરફરાઝ રાહ જોઈ જોઇને કંટાળ્યો હતો. બે ત્રણ વાર જોઈ આવ્યો પણ સમીર હજુ આવ્યો નહોતો. ઉત્સાહમાં એણે બે વાર સિગારેટ સળગાવી. ચોથી વાર બારીમાં જઈને જોયું. આ વખતે સમીરના ફ્લેટની લાઈટ બળતી હતી. સમીર આવી ગયો હશે. હવે સરફરાઝની અધીરાઈ વધવા લાગી. મારે આ માણસને મારી સાથે જોડી લેવો જોઈએ. આખરે બંનેના કામ તો એકસરખા જ છે ને. મનોમન તે બબડ્યો. એણે જલ્દી નાઈટ કપડાં પહેરી લીધા. અને ફ્લેટની લાઇટ્સ અને દરવાજો બંધ કરીને સમીરના ફ્લેટ તરફ જવા લાગ્યો. સમીરના ફ્લેટના દરવાજે પહોંચી એણે ટકોરા માર્યા. થોડીવારે સમીરે દરવાજો ખોલ્યો. “કેસે હો મિયા?” "આવ સરફરાઝ આવ." કહી એણે