અંગત ડાયરી==============શીર્ષક:- રવિવારલેખક: - કમલેશ જોષીઓલ ઈઝ વેલરવિવાર એટલે રાહતવાર, શાંતિ વાર, મિલનવાર અને જમણવાર. છ દિવસના એક સરખા રુક્ષ બની ગયેલા રુટિન બાદ આવતો રવિવાર પ્રિયપાત્રના મોહક સ્મિત જેવો તરોતાજા, રોમાંચક લાગે છે. કેટલાક લોકોને રવિવારની સવાર છેક બાર વાગ્યે પડે છે, તો કેટલાક માટે સાતેય વાર સરખા હોય છે. જીવનના દાયકાઓ મુજબ રવિવારોને યાદ કરું તો બાળપણના રવિવારની સવાર પપ્પા સાથે જામનગરના બર્ધનચોકમાં મીઠી મધુરી લસ્સી પીતાં, ફૂલવાડી, ચંપક, ચક્રમ (જે પછીથી ચંદન નામે છપાયું વગેરે) જેવા બાલ સામયિકો ખરીદવામાં જતી. ઘેર આવી જમ્યા બાદ આખી બપોર વાર્તાઓ વાંચવામાં જતી. રવિવારના જમણમાં રોજિંદા શાક રોટલીને બદલે વિશેષ વાનગીઓ જેમકે