સુખનો પાસવર્ડ - 7

(30)
  • 5.1k
  • 7
  • 1.6k

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે... શાસકના મનમાં પ્રજાનું હિત હોવું જોઈએ સુખનો પાસવર્ડઆશુ પટેલ ગોંડલના મહારાજા ભગવતસિંહજી પ્રજાપ્રેમી શાસક હતા. પોતાના રાજ્યમાં બધું બરાબર અને નિયમ પ્રમાણે ચાલે એ માટે તેઓ જાતે તપાસ કરવા નીકળી પડતા અને ક્યારેક બીજા કોઈ કામથી પણ બહાર નીકળવાનું થાય ત્યારે પણ તેમની નજર બધી બાજુ ફરતી રહેતી. એક વાર તેઓ આ રીતે ગોંડલના એક રસ્તા પર નીકળ્યા. એ રસ્તા પરથી પસાર થતી વખતે તેમની નજર એક વાસણના વેપારીની દુકાન પર પડી એટલે તેમણે તરત જ પોતાની બગી ઊભી રખાવી. એ કંસારાએ (વાસણના વેપારીએ) પોતાની દુકાન