કૂબો સ્નેહનો - 19

(29)
  • 3.7k
  • 2
  • 1.8k

?આરતીસોની? પ્રકરણ : 19 વિરાજ અને દિક્ષાએ કૉર્ટમાં લગ્ન કરી લીધાંની જાણ થતાં જ એની મમ્મીએ હોંશેહોંશે બંનેને વધાવી લીધાં હતાં પણ દિક્ષાના પપ્પાને આ લગ્ન નામંજૂર હતાં. આગળ સઘડી સંધર્ષની..... ❣️કૂબો સ્નેહનો❣️ લગ્ન પછી સારસ પંખીઓની જોડીની ફૂટું ફૂટું થઈ રહેલી યુવા જવાની એકમેકને માણવા અધીરી થઈ ગઈ હતી. હૈયાથી હૈયા મળ્યા સાથે દેહ પણ એક થઈ રહ્યાં હતાં. દ્રશ્ય નિરખીને કુદરત હરખાઈ રહ્યું હતું અને દૂર ક્ષિતિજની આંખ પણ ક્ષણભર મલકાઈ ઉઠી હતી. પ્રેમની આ જ તો કમાલ છે, સાચા પ્રેમીઓને જોઈને કોની આંખ ન ઠરે? પ્રેમ કરનારને અને જોનારને બેઉંને ન્યાલ કરી દે છે. એકબીજાના