પ્રેમનો કિનારો - ભાગ-૪

(44)
  • 7k
  • 4
  • 4.1k

અનુરાગ ઘરે જઈ ગિટાર લઈ પ્રેક્ટીસ કરી રહ્યો હતો. પણ એના સૂર બરાબર બેસતા નહોતા. આજનો કડવો અનુભવ થવાને લીધે એનું ધ્યાન નહોતું. મુક્તિના શબ્દોએ એને ભીતરથી ઝંઝોડી કાઢ્યો હતો. એના કાને વારંવાર "bloody loser" શબ્દો સંભળાતા હતા.થોડીવાર પછી અનુરાગ લેપટોપ પર વ્યસ્ત થયો. એટલામાં જ અનુરાગનો કઝીન વિરેન આવે છે. વિરેન:- "Hey bro...શું કરે છે?" વિરેન અનુરાગની બાજુમાં આવી બેસી ગયો. વિરેન:- "લવ" નામના ફેક Id પર તું શું કામ પોસ્ટ કરે છે તે તો મારા સમજની બહાર છે બોસ...શું લખે છે તારા "લવ" નામના ફેક Id પર..." અનુરાગ:- "તને તો ખબર છે ને કે કૉલેજમાં