ડેવિલ રિટર્ન-2.0 - 11

(318)
  • 5.5k
  • 16
  • 2.9k

ડેવિલ રિટર્ન-2.0 ભાગ-11 ક્રિસની આગેવાનીમાં એનાં પાંચેય ભાઈ-બહેનો અને ડઝનભર વેમ્પાયર બની ચુકેલાં લોકો રાધાનગર શહેરમાં આવી પહોંચ્યાં હતાં. આ ડઝનભર લોકો ગતરાતે ક્રિસ અને એનાં ભાઈ-બહેનોનાં હુમલાનો શિકાર બન્યાં હતાં. ક્રિસનાં આયોજન મુજબ ક્રિસે પોતાનાં દરેક ભાઈ-બહેન ને ઓછામાં ઓછા બે લોકોને વેમ્પાયર બનાવવાનો આદેશ આપ્યો હતો. આ માટે એ લોકોએ ફક્ત કોઈ વ્યક્તિની ગરદન પર એક બચકું ભરી પોતાની લાળ એનાં લોહીમાં ભેળવી દેવાની હતી.. આમ થતાં જ એ વ્યક્તિ પણ વેમ્પાયર બનીને એ લોકોનો ગુલામ બની જવાનો હતો. મુસ્તફાને આ જ રીતે ડેવિડે પોતાનો ગુલામ વેમ્પાયર બનાવ્યો હતો. ક્રિસનાં આદેશ મુજબ એનાં બધાં જ ભાઈ-બહેનોએ એ લોકોને