દીકરાની આશા (દેવું કરી વિદેશ મોકલેલા એક માતા પિતાની હૃદયસ્પર્શી વાર્તા)

(33)
  • 2.3k
  • 1
  • 719

"દીકરાની આશા" (દેવું કરી વિદેશ મોકલેલા એક માતા પિતાની હૃદયસ્પર્શી વાર્તા)નીરવ પટેલ "શ્યામ"દીકરાને ભણવા માટે શહેર મોકલ્યો, બાપ બિચારો કાળી મજૂરી કરીને જીવન કાઢે પણ પોતે જોયેલા દિવસો દીકરાના ભાગે ના આવે એ માટે ગમે તેમ કરી તેને ભણાવી ગણાવી સારી નોકરી મેળવવાની ઈચ્છા વ્યકત કરતા મનુભાઈ પોતાની પત્ની શાંત સાથે રોજ મજૂરીએ ચાલ્યા જાય.આખો દિવસ કામ કરીને માંડ 150 રૂપિયા મળતા, ઘરમાં ખાવા માટે તો 2 વીઘા જમીન પૂરતી હતી. પેહલા તો મનુભાઈ એકલા કામે જતા અને 75 રૂપિયા લઈને આવતા, પણ તેમનો દીકરો કમલેશ 12માં ધોરણમાં પાસ થયો અને હવે કોલેજ કરાવવા માટે તેને શહેરમાં મોકલવાનો થયો તો