સામ સામું

(35)
  • 1.8k
  • 3
  • 768

આજે સ્કૂલમાં આખર તારીખ હોવાથી વહેલા છૂટવાના હતા. મેં મારા વ્હાલા દીકરાને વહેલા વહેલા આવી જવાનું પ્રોમિસ આપ્યું હતું. ફ્લેટના દરવાજાની બંધ ગ્રીલ પકડીને એ મારી રાહ જોતો હશે. કારણ કે એની પ્રિય કેડબરી લઈને હું જવાની હતી."મમ્મી, માલી સાટું કેડબલી લેતી આવજે હો ને " એ મારો પાલવ પકડીને મને કહેતો. હું મારા વિચારોમાં ઘણીવાર ખોવાઈ જાઉં છું ત્યારે જવાબ નથી આપતી."મમ્મી હો પાલ ને, હો પાલ ને" એ મારો પાલવ ખેંચીને મને સજાગ કરતો. હું તરત જ વિચારોમાંથી બહાર આવી જતી અને "હો બેટા, હું ચોક્કસ કેડબરી લાવીશ હો ને ? તું બા