પલ પલ દિલ કે પાસ - હેમા માલિની - 19

(15)
  • 5.9k
  • 1.9k

હેમા માલિની વાત ૧૯૬૮ની છે.બી.અનંથ સ્વામીની ફિલ્મ “સપનોકા સૌદાગર” માં રાજ કપૂરની સામે હિરોઈન તરીકે નવો ચહેરો લેવાનો હતો. માત્ર બે તમિલ ફિલ્મ “ઈશુ સથીયામ” અને “પાંડવ વનવાસમ” માં સહ અભિનેત્રીનો રોલ કરી ચુકેલી ૧૯ વર્ષની હેમા માલિની પણ સ્ક્રીન ટેસ્ટ આપવામાટે મુંબઈ આવી હતી.અનંથ સ્વામીએ રાજ કપૂરને પણ સાથે રાખ્યા હતા.હેમા માલિનીને પહેલી વાર જોયા બાદ રાજકપૂરે સ્ક્રીન ટેસ્ટ વખતે “સંગમ” માં “ઓ મેરે સનમ” ગીતમાં વૈજ્ન્તી માલાએ જે સાડી અને ઘરેણા પહેર્યા હતા તેનો આગ્રહ રાખ્યો હતો.હેમાએ રાજકપૂરનાં સૂચનનું અક્ષરશ: પાલન કર્યું હતું.આમ આ રીતે હેમા માલિનીનો હિન્દી સીનેજગતમાં પ્રવેશ થયો હતો. માતા જયાલક્ષ્મી ચક્રવર્તી અને પિતા વી.એસ.ચક્રવર્તીનું