અંગારપથ. - ૩૫

(259)
  • 11.9k
  • 13
  • 5.8k

અંગારપથ. પ્રકરણ-૩૫. પ્રવીણ પીઠડીયા. ચારુનું હદય જોર-જોરથી ધડકતું હતું. અત્યારથી જ અણસાર સારાં વર્તાતા ન હતા. આખું ગોવા જ્યારે સળગી રહ્યું હોય અને પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે શ્વાસ લેવાની પણ ફુરસદ ન હોય ત્યારે રંગાભાઉ જેવા એક સામાન્ય ક્રિમિનલને મળવા જવાનો શું મતલબ હતો? પેટ્રીકનું ખસી ગયું હોય એવું લાગ્યું તેને. અથવા તો એ કોઇ બીજી જ ફિરાકમાં હોવો જોઇએ. એ ઉપરી અધીકારી હતો એટલે વધું સવાલ પૂછી શકે તેમ નહોતી છતાં રંગાભાઉ પાસે જવાની વાત ખાસ પસંદ આવી નહી એટલે તે સતર્ક બની ગઇ. તેનાં જીવનમાં અત્યારે બધું જ આશ્વર્યજનક બની રહ્યું હતું અને એ પણ એટલી ઝડપે કે