અકબંધ રહસ્ય - ૧

(38)
  • 4.4k
  • 5
  • 1.7k

#વાર્તા_ભાગ_એક#આંખો બંધ કરીને ઋત્વા પડી હતી, નીંદર તો આવવાની હતી નહીં પણ આંખો ખોલી જાગવાની ઈચ્છા પણ થતી ન હતી. આજે પ્રથમના માસી આવ્યા હતા. બે દિવસથી એમની આગતા સ્વાગતા તેમજ તેમને ભાવતા ભોજન બનાવવામાં સમય ક્યાં ચાલ્યો ગયો ખબર જ ના પડી. સવારથી માસી અને ભાણેજ જાણે યુગો પછી મળ્યા હોય એવી રીતે વાતોમાં મશગુલ હતા કે ઋત્વાની હાજરી પણ એમને વર્તાતી ન હતી. આમ તો માસી અને પ્રથમ વચ્ચે ઉંમરનો કોઇ જાજો ફેર હતો નહીં એટલે આ માસી ભાણેજ ઓછા અને મિત્રો વધુ લાગતા હતાં. સવારે વાતવાતમાં માસીએ એવો ટોપીક છંછેડ્યો કે રસોડામાં રસોઈ કરતી ઋત્વા રસોઈ છોડી દરવાજે