બ્લેક આઈ પાર્ટ 34 સેમી એ જીગાને કહી તો દીધું કે ક્લાસ છૂટી ને મળજે પણ તે વાત શું કરશે , તે અસમંજસ માં અત્યારે ક્લાસ માં બેઠો હોય છે . તેને વિચારી લીધું કે અત્યારે તે ખાલી જીગાને બહાર આવવા માટે મનાવી લેશે , બંને ભાઈ બહેન એકબીજાને જોશે એટલે અડધો પ્રોબ્લમ તો એમ જ સોલ્વ થઇ જશે . જયારે ક્લાસ છૂટીને બધા બહાર નીકળતા હતા ત્યારે સેમી બધાથી પાછળ હતો . જીગો આગળ ચાલ્યો ગયો હતો