રીવેન્જ - પ્રકરણ - 49

(156)
  • 5.9k
  • 7
  • 3.5k

રીવેન્જ-49 રાજન પાસેથી જરૂરી માહિતી કઢાવીને અન્યા એમની ઓફીસમાંથી બહાર તો નીકળી પણ થોડી ડીસ્ટર્બ થઇ ગઇ. આખી ઇન્ડસ્ટ્રી જાણતી જ હશે આ રોમેરો હીંગોરી કેવા માણસો છે... બધાની ઇનસાઇડ સ્ટોરી બધાં જાણતાં જ હશે. શું મારાં વિશેની વાતો પણ ચગી હશે ? ઇનસાઇડ સ્ટોરીમાં ગૂસપૂસ થતી હશે ? રાજ સુધી વાતો આવી તો ? એનાં પાપા આ ઇન્ડસ્ટ્રીને બરાબર જાણતાં જ હશે એટલે જ એમને નફરત હશે. સારું છે રાજે કહ્યું નથી કે હું હીરોઇન તરીકે કામ કરું છું... એમનાં માટે વાત કઢાવવી સાવ સરળ છે વિચારતાં વિચારતાં અન્યાને જાણે વધુ ને વધુ બીક લાગવાં લાગી એને