સાહસ (અંક 3) કોલેજમાં પ્રવેશતાવેંત જ સેજલે એક મૃતદેહ જોયો હતો. એ બેભાન થઈ ગઈ હતી. ધવલે એને જગાડી હતી. કલાસની બહાર એક પ્રોફેસર જરા શકમંદ રીતે વર્તતા હતા. એમણે રાકેશ અને સચિન સાથે જરા વિચિત્ર વર્તન કર્યું હતું. રાકેશે અને સચિને દોડીને એ પ્રોફેસરને ઓવરટેક કરીને અટકાવ્યા. “ફોન ક્યાં લઈ જાઓ છો, સર?” રાકેશે પૂછ્યું. “અન દિલ્લગી તો આલો!” સચિને કહ્યું- "ઇના વગર માર નઈ ચાલ, સાહેબ." “આ બધી ધમાલ પૂરી થાય પછી લઈ જજે તારો ફોન.” પ્રોફેસરે વ્યગ્રતાથી રાકેશને કહી દીધું. "એવું કેમ,