શિકાર : પ્રકરણ 10

(214)
  • 5.8k
  • 11
  • 3.4k

ઓડીની કેબિનમાં એન્જી, વિલી, મેરી અને પોતાના બાળપણના ફોટા જોતી નિધિ અત્યારે જાણે કોઈ સિંગર હતી જ નહીં. અત્યારે કોઈ વેરાન ભૂમિમાં એકલી પડી ગયેલી એ કોઈ બીજી જ દુનિયાની છોકરી હતી. સખત પહાડોની વચ્ચે વહેતી નદીના પોચા પાણી જેવા મીઠા ભૂતકાળને એ યાદ કરતી હતી અને ફરી એકવાર વરસાદ શરૂ થયો. બારીમાંથી વરસાદના ફોરા એના ગાલ ઉપર પથરાયા અને આંસુઓ સાથે ભળી ગાલ ઉપરથી દડીને એન્જીના ફોટા ઉપર બે એક ટીપાં પડ્યા. ફોટામાંનો એન્જીનો ચહેરો એ ટીપાને લીધે ધૂંધળો થઈ ગયો ત્યારે એ ફરી વર્તમાનમાં આવી. ઝડપથી કાચ ચડાવી લીધા. આલબમ્બ ઉપર એન્જીની છેલ્લી નિશાની ઉપર પડેલા પાણીના ટીપાઓ