જંતર-મંતર - 8

(137)
  • 11.4k
  • 6
  • 7.5k

જંતર-મંતર ( પ્રકરણ : આઠ ) રીમા પાછું ફરીને જોયા વિના જ ચૂપચાપ પગથિયાં ઊતરીને નીચેની તરફ જવા લાગી. ગભરાટથી ફફડીને હંસા પથારીમાંથી ઊભી થઈ ગઈ. અને ઝડપથી રીમા તરફ દોડી, પરંતુ રીમા તો જાણે હવામાં સરકતી હોય એમ ઝડપથી સરકવા લાગી, અને ચાવી દીધેલી પૂતળીની જેમ આગળ વધવા લાગી. હંસાને મનમાં કંઈક શંકા ગઈ. એણે ચૂપચાપ રીમાનો પીછો કરવાનું નક્કી કર્યું અને કોઈ ન જુએ, રીમાને પણ ખ્યાલ ન આવે એ રીતે એ પણ રીમાની પાછળ પાછળ જવા લાગી. રીમા સરકતી સરકતી પાછળના ભાગમાં વાડા તરફ આગળ વધી. હંસા પણ એની પાછળ ને પાછળ ખેંચાઈ. રીમા વાડામાં પહોંચી ત્યારે