ડેવિલ રિટર્ન-2.0 ભાગ-10 બ્રાન્ડનની મોત બાદની રાત કોહરામ મચાવશે એવી અર્જુનની ગણતરી ત્યારે સાચી પડતી જણાઈ જ્યારે ક્રિસ પોતાનાં બાકીનાં વેમ્પાયર ભાઈ-બહેનો સાથે રાધાનગરનાં દરિયાકિનારે આવી પહોંચ્યો. આવેશમાં આવેલાં ક્રિસનાં ભાઈ-બહેનો આવેશમાં આવી અલગ-અલગ દિશામાં આગળ વધી નીકળ્યાં. વીતતો દરેક પહોર અર્જુનની સાથે દરેક પોલીસકર્મીઓનાં હૃદયની ઘડકનો વધારી રહ્યો હતો. ક્યારે શું થઈ જશે.? એવી ચિંતા દરેક પોલીસકર્મીને સતાવી રહી હતી. એમાં પણ અચાનક કાને પડેલાં ચિબરીનાં કકર્ષ અવાજે પોલીસકર્મીઓને ધ્રુજાવી મૂક્યાં હતાં. પણ આવી મોસમમાં ચિબરીનો આ અવાજ સામાન્ય હોવાનું માની કોઈએ એ તરફ વધુ ધ્યાન ના આપ્યું. ધીરે-ધીરે ઘડિયાળની સોય મક્કમ ગતિએ આગળ વધતી વધતી સમયને પાંચ વાગ્યાં