પલ પલ દિલ કે પાસ - હસરત જયપુરી - 18

  • 6k
  • 1.9k

હસરત જયપુરી વિદેશમાં એક શો જોતી વખતે હસરત જયપુરીનું ધ્યાન એક સુંદર યુવતી પર પડયું. તેણે અતિશય ચમકતા અને ભડકીલાં કપડાં પહેર્યા હતા. હસરત જયપુરીએ બાજુમાં બેઠેલા જયકિશનના કાનમાં કહ્યું હતું. ”બદન પે સિતારે લપેટે હુએ .. ઓ જાને તમન્ના કિધર જા રહી હો”. ભારત પરત આવ્યા બાદ જયકિશને શંકરને સાથે લઈને એક જોરદાર ધૂન બનાવી નાખી અને તે જ શબ્દો પરથી હસરત જયપુરી પાસે ગીત લખાવ્યું. રફી સાહેબે ગાયેલું “પ્રિન્સ”નું તે ગીત આજે પણ તેટલું જ લોકપ્રિય છે. હસરત જયપુરી તેમના તાજાં જ જન્મેલા પુત્રને જોઇને બોલી ઉઠયા હતા “તેરી પ્યારી પ્યારી સુરત કો કિસીકી નઝર ના લગે.. ચશ્મેબદ્દૂર”.