અંગત ડાયરી - કચ્છ નહીં દેખા તો કુછ નહી દેખા

  • 7.5k
  • 2.3k

અંગત ડાયરી ============શીર્ષક : કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાલેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલઅષાઢી બીજના વધામણાં...વર્ષ ૨૦૧૫ના જૂન મહિનાના એક રવિવારની સવારે ૬.૦૦ વાગ્યે મેં મારા એક્ટિવાનું સેલ્ફ સ્ટાર્ટ બટન પ્રેસ કર્યું અને મારી તથા મારા શ્રીમતીજીની એક સાહસભરી યાત્રા શરૂ થઈ. અમારી સાથે સામાનમાં એક મોટો કોથળો, બે થેલા, અેક ટેબલ ફેન અને બીજું થોડું પરચુરણ હતું. (તમે સાચા છો.. આટલું કંઈ ઓછુ ન કહેવાય એક્ટિવા પર...! ખેર... થોડી ધીરજ સાથે અમારું એ પાગલપન ઓર વાંચો) જામનગર હવે બહુ છેટું રહી ગયું હતું. અમે ધ્રોલથી એક અંદર તરફનો વળાંક લીધો અને ટંકારા તરફ આગળ વધ્યા ત્યારે લગભગ