વન્સ અપોન અ ટાઈમ - 143

(70)
  • 6.6k
  • 9
  • 3.3k

વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 143 ‘મૅગ્નમ’ના માલિક હનીફ કડાવલાની હત્યા કરાવીને છોટા રાજને દાઉદ અને શકીલને ફટકો માર્યો હતો એથી દાઉદ અને શકીલ ઉશ્કેરાઈ ગયા હતા, પણ દાઉદ ગેંગ હનીફ કડાવાલાની હત્યાનો જવાબ આપે એ અગાઉ છોટા દાઉદ અને છોટા શકીલને વધુ એક આંચકો સહન કરવો પડ્યો! 3 એપ્રિલ, 2001ના દિવસે રાજન ગેંગના શૂટર્સ ફરી ત્રાટક્યા. આ વખતે તેમણે મુબઈના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસના આરોપી અકબર સમતુલા ખાન ઉર્ફે અકબરલાલને ડોંગરી વિસ્તારમાં મારી નાખ્યો. એ જ દિવસે દાઉદ ગેંગ સાથે સંકળાયેલો હોટેલિયર શફીક અહમદ ખાન પણ રાજનના શૂટર્સનું નિશાન બન્યો. રાજનના શૂટર્સે શફીક ખાનને ધોળા દહાડે