વન્સ અપોન અ ટાઈમ - 142

(51)
  • 6.2k
  • 10
  • 3.4k

વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 142 છોટા શકીલને દાઉદ ગેંગના શૂટર મિરઝા આરીફ બેગની ઈર્ષા થતી હતી એનું કારણ બેગની રુપાળી પત્ની શમીમ હતી! છ હત્યાના આરોપી અને શાર્પ શૂટર ફિરોઝ કોંકણીને ભગાવી જવાના આરોપ જેની સામે હતા એ બેગ પોલીસના હાથમાં ઝડપાઈ ગયો અને તેને કોલ્હાપુરની જેલમાં ધકેલી દેવાયો. એ પછી શકીલની શમીમ સાથે ‘દોસ્તી’ થઈ ગઈ. છોટા શકીલ સમીમ તરફ આકર્ષાયો હતો એ જ રીતે શમીમ પણ તેની તરફ આકર્ષાઈ હતી. શકીલની મીઠી નજરને કારણે દાઉદ ગેંગમાં શમીમ બેગનું મહત્વ અચાનક વધી ગયું. શકીલે તેને બહુ મહત્વની જવાબદારી સોંપવા માંડી. ગેંગ મેમ્બર્સને પૅમેન્ટ કરવાથી માંડીને