એક પરીવારમા બે ભાઇ હતા, જેમાથી મોટો ભાઇ ખુબજ નશો કરતો, ગેરકાનુની કામ કરતો અને ઘરમા મારઝુડ પણ કરતો, જ્યારે નાનો ભાઇ ઇમાનદારી અને પ્રામાણિકતાથી કામ કરતો અને મોટા વેપાર સામ્રાજ્યનો માલીક હતો. આ બધુ જોઇ લોકોને આશ્ચર્ય થતુ કે એકજ માની કુખે જન્મેલા બે ભાઇઓ વચ્ચે આટલી મોટી અસમાનતા કેવી રીતે હોઇ શકે ? એક વખત પેલા વ્યસની ભાઈને કોઇએ પ્રશ્ન પુચ્છ્યો કે તમે આટલો બધો નશો શા માટે કરો છો ? નશો તો ઠીક છે પણ તમેતો ઘરમા મારઝુડ પણ કરો છો, પત્ની અને બાળકો સાથે જઘડાઓ કરો છો તો આવુ કરવાનુ કારણ શું હોઇ શકે