બોલ તારે શું કહેવું છે?તારા ઉપર માઁની જેમ પ્રેમથી ખિજાવું છે,વાત ન માને મારી ત્યારે ખાલી ખાલી રીસાવું છે, બચ્ચા બની તારી સાથે ઘર ઘર રમવું છે,મીઠુ-મીઠુ એંઠુ અધૂરું શબરી જેમ જમવું છે. બોલ તારે શું કહેવું છે? તારા અધરો પર મારે ગીત બનીને ગુંજવું છે, તારી આંખોમાં મારે સપનું બનીને ઉગવું છે,કોમળતાથી લચી પડેલી ફુલ ડાળી જેમ નમવું છે,સ્નેહના વરસાદમા તારા અનરાધાર ભીંજાવું છે. બોલ તારે શું કહેવું છે ? સવારે પડતી ઓસની જેમ તારા ગાલે ઝમવું છે,તેં ઓઢેલી ચાદરની જેમ તારી સાથે ચોળાવું છે,સ્નાન પછી તારા બરડે પાણી જ