ગિરીશકાકા આમ તો પાછા વિચારક. ખાદીની ખરીદી કરીએ તો બચારા કેટલાનું ય ભલું થાય કેમ? ડિસ્કાઉન્ટ તો બરોબર, એમાં ય પાછું ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી એટલે ૩૦% ડિસ્કાઉન્ટ. પણ ના, એટલે નહિ હો.., આ તો ખાદી એટલે ગાંધી વિચારધારા. હમણાં તો પાછી ઠીક ઠાક ફેશન પણ ખરી, ઓલા રેયમંડ વાળા ય ખાદીના હાઈક્લાસ શર્ટ પીસ કાઢે જ છે ને! દિવાળીની કપડાંની ખરીદી તો આમ પણ કરવાની જ હતી. પણ આ તો શું, કે લાભ સીધે સીધો કારીગરોને મળે અને ડિસ્કાઉન્ટનું છોગું વધારાનું, એટલે ગિરીશકાકા તો પહોંચ્યા ખાદી ગ્રામ ઉદ્યોગ. દેશભક્તિના આવા મહાન કાર્ય છતાં ય એમને ભવ્ય સ્વાગતની તો કોઈ લાલસા