કસ્તૂરી વધુને વધુ શિવા વિશે વિચારતી પણ... શિવા તરફથી કોઈ જ પ્રકારની લાગણી જેવું પોતાના માટે ન દેખાતા એ રઘવાઈ થઈ જતી અને નદી કિનારે જઈ... રડતી... પણ એના એકાંતમાં એના દુ:ખમાં સાથ આપવા એનું પોતાનું કેહવાય એવું કોઈ ન્હોતું. એક નાની બહેન હતી પણ એ એટલી નાની હતી કે એ સમજી ન શકે.. આ બાજુ શિવો પણ કસ્તૂરીને ખૂબ જ ચાહવા લાગ્યો હતો પણ એક રાણી સાથે પ્રેમ એના માટે ખૂબ જ મોટી વાત હતી એટલે એ એનાથી દૂર રહેવાનું વધુ પસંદ કરતો...કસ્તૂરીનું મન હવે ક્યાંય લાગતું નથી .. એ એકાંતમાં બેસી શાંત મને