રીવેન્જ -પ્રકરણ - 48

(215)
  • 7.2k
  • 8
  • 3.6k

પ્રકરણ - 48 રીવેન્જ સુમેધસિંહ અને ફેમીલીની ઓળખાણ આપ્યાં પછી રોમેરોનાં વાક્ય સાંભળીને અન્યા ભડકી ગઇ. રોમેરોએ કહ્યું" વાહ અન્યા તેં જબરો હાથ માર્યો છે.. આ તો જબરજસ્ત ફેમીલી છે તેરી તો નીકલ પડી.. અન્યાએ વધુ સાંભળ્યા વિનાંજ રોમેરોનાં જડબા પર એવો પંચ માર્યો કે એ ઓય ઓય કરતાં નીચે પડી બેભાન થઇ ગયો. અન્યા એને ખૂબ નફરતથી જોઇ રહી. થોડીવારે કળ વળતાં રોમેરો ધીમે ધીમે ઉભો થયો અન્યા હજી એજ જગ્યાએ જાણે કાળકારૂપમાં ઉભી હતી. એની આંખો જાણે અંગારા વરસાવતી હતી એને રોમેરોનાં એની સાથેનાં વર્તન-એને ઘેનમાં રાખી લીધેલી લાજ અને મુસ્તાકનાં કેમેરામાં કેદ બધાં વીડીયો એણે