૧) સમયે આ જવાની નકારી થવાની,ન થઈ કોઈની કે તમારી થવાની...ન લઈને પધાર્યા ન લઇને જવાના,ભવિષ્યે બુઢ્ઢી આ ખુમારી થવાની...જીવનમાં તું ખેલાડી હો કે અનાડી,ખભા ચાર પર આ સવારી થવાની...ચહેરા દિવાલી છબી થઈ જવાનાબધી નાટ કાયા મુરારી થવાની...કડવું છે સત્ય આ થવાનું અચલ છે,ભુતળ માં બધાની પથારી થવાની...૨) ગઝલ રૂપે શબ્દો ની આ કહાની લઈને આવ્યો છું,નવા અંદાજ માં વાતો પુરાની લઈને આવ્યો છું હજારો ગમ હૃદય માં હું સમાવીને ભલે બેઠો,જગત કાજે સ્મિત ની જિંદગાની લઈ ને આવ્યો છું,ઘણા ઓછા રહ્યા છે લાગણીઓ ને સમજનારા,વિચારે તો શબ્દો માં વાત છાની લઈને આવ્યો છું,તે આપેલા આ હાથોને ડર તારો રહ્યો નથી, ખુદા સામે ફરીયાદ