પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - 3

(11)
  • 2.7k
  • 2
  • 1.3k

(પાછલા ભાગમાં જોયું કે ઈ.સ. ૨૨૫૦ માં ધર્મોની સ્થિતિ શું છે ,કુદરતની સ્થિતિ શું હતી અને રાજકીય પરિસ્થિતિ શું હતી અને સ્થાનાંતરણ અટકાવવા રીજન સરકારોએ ગુનેગારો સાથે હાથ મેળવ્યા હવે આગળ ) ઈ.સ.૨૨૫૦ માં ગુનેગારી આલમ ની સ્થિતિ ઈ.સ ૨૨૨૫ સુધી પોલીસ ના અને સરકાર ના કડક જાપ્તા ને લીધે ગુનેગારી વકરી ન હતી . મોટા ગુનેગારી સંગઠનો અસ્તિત્વ માં ન હતા . ગુનાનું પ્રમાણ શૂન્ય હતું એમ તો ન ક્હેવાય પણ ગુનેગારી કાબુ માં હતી . તેમનો મુખ્ય ધંધો ડ્રગ તસ્કરી અને સપ્લાય નો હતો ઉપરાંત ઓનલાઇન ફ્રોડ કરનારનું ગ્રુપ હતું તે પછી નંબર લાગતો હતો