ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ - ૨૦૨૦

  • 2.9k
  • 3
  • 1.1k

વ્હાલા વાચક મિત્રો,પ્રથમ તો આજથી શરૂ થતાં ૨૦૨૦ના ઇશુના નવા વર્ષ નિમિતે બધાને શુભ કામનાઓ…મિત્રો, આજથી એક નવા વર્ષમાં પ્રવેશની સાથે એક નવા દશકાની પણ શરૂઆત થઇ છે. વર્ષ – ૨૦૧૯ આર્થિક ક્ષેત્રે જોઇએ તો, થોડી મિશ્ર પરિસ્થિતિ વાળું રહ્યું. દેશ આર્થિક ક્ષેત્રે ઘણી બાબતોમાં અગ્રેસર રહ્યો, તો ઘણી બાબતોમાં પીછેહઠ જોઇ. પછી તે વિદેશી રોકાણોમાં વધારો હોય કે શેર બજારમાં તેજી હોય. કોર્પોરેટ કરમાં રાહત હોય કે રીઅલ એસ્ટેટ ક્ષેત્ર અને બેંકિંગ ક્ષેત્રને પ્રોત્સાહક પેકેજ હોય. તેનાથી વિપરીત જોઈએ તો, જીડીપીમાં ઘટાડો હોય કે બેરોજગારીનો વધતો દર હોય. ઓટોમોબાઇલ ક્ષેત્રની ભયંકર મંદી હોય કે ઘટતી જતી ઘરેલું માંગ હોય.