ના હો દેવલી તું નાહકની ચિંત્યા કરે છે.તારો જન્મારો આખોય લીલોતરી સમો છે.આ તો જીવતર કેવાય..... અને હાલનું જીવતર એટલે દીઠાનુ ઝેર......રાજાના ઠાઠ સમો ઠાઠ સૌને જોઈએ છે પણ, ગરીબોના ઘરનું તો દૂરથીએ અજવાળું નથી જોઈતું...!..ભલે તેનું ખોરડું લીંપ્યુ ગૂંપ્યુ હોય ને જાહોજલાલી અને તેને સાત પેઢીનોએ રિશ્તો ના હોય.પણ,નાતમાં સઘળેય તેનું ખોરડું ગુણોથી ગવાયેલ મહેલ છે.ખોરડાનો હર જણ એટલે લોકોના વિચારોમાં જાણે રામનો અવતાર..! હવે તુંજ કેહ કે આમાં તને ક્યાંય પણ ઝેરનો ઘુંટડોય દીઠે છે. પરષોત્તમ પોતાની વહાલી વચલી દીકરી દેવલીને તેના માટે માંગું આવેલ તે કાનજીની ગરીબીના વખાણ કરીને હા ,ભણાવવા મથતો હતો.