છગનલાલ પર ચમનલાલનો ફોન આવ્યો. તે બોલ્યા “ ભાઈ છગન, તું જ્યાં હોય ત્યાંથી હાલ રિવર ફ્રન્ટ પર આવી જા મારે તારું અગત્યનું કામ છે.” ચમનલાલનો અવાજ ખુબ ધીમો હતો. છગનના ઘર થી રિવર ફ્રન્ટ ઘણો દૂર હતો તેમ છતાં છગન અને ચમન વચ્ચે એવો સબંધ હતો કે તે ના ન પાડી શક્યો. છગને પોતાનું બાર વર્ષ જૂનું ખખળધજ એક્ટિવા સ્ટાર્ટ કરી રિવર ફ્રન્ટ તરફ દોડાવી મૂક્યું. છગન અને ચમન બંને પ્રાથમિક શાળાના શિક્ષક. બંને મહેસાણા જીલ્લાના વતની. સાત વર્ષ એક જ પ્રાથમિક શાળામાં સાથે શિક્ષણ કાર્ય કર્યું. ચમનલાલનું મૂળ નામ ચીમનલાલ હતું પરંતુ સૌ તેમને ચમનલાલ કહીને જ