(પાછલા ભાગમાં જોયું કે ઈ.સ. ૨૨૫૦ માં એક સ્પેસ વેહિકલ ૧૬ જણા ની ટીમ સાથે એક ગુપ્ત મિશન પર જઈ રહ્યું છે . જગત ચાર ભાગોમાં વહેચાયેલું છે જેમાં મોટો ફાળો એક ભારતીય નો છે હવે આગળ ) ઈ.સ. ૨૨૫૦ માં ધર્મોની સ્થિતિ ૨૦૭૧ થી ૨૦૭૫ સુધી ચાલેલા વિશ્વયુદ્ધ માં ધાર્મિક ઉદ્રેગો નો મોટો ફાળો હવાથી લોકોને ધર્મ પ્રત્યે અસૂયા થઇ ગઈ . એટલો વ્યાપક સંહાર થયો કે લોકોનો ધર્મ અને ઈશ્વર પરથી વિશ્વાસ ઉઠી ગયો અને બાકી કામ ભૂખમરા અને બીમારીઓએ કર્યું . તે પછી ચાલેલા મનોમંથન માં નાસ્તિકોનો હાથ ઉપર રહ્યો અને તેથી ધર્મોનો લોપ