હોસ્પિટલમાં બેડ ઉપર સૂતેલા હાર્દિકે એની મમ્મી ને ઘરે જવા માટે કહ્યું પણ સીમા નક્કી કરી ને જ આવી હતી , હાર્દિક ને સારું થાય પછી જોડે જ ઘરે જઈશ. પણ અઢાર વર્ષના એ હાર્દિક ને ખબર પડી ગઈ હતી હવે એ ક્યારેય ઘરે પાછો નથી જવાનો. ખબર તો સીમા ને પણ પડી ગઈ હતી , પણ માં નું હ્રદય એક અતૂટ વિશ્વાસ અને પ્રભુ પ્રત્યે ની શ્રધ્ધા કોઈ ચમત્કાર થાય એ જ વિચારી બનતું બધું કરી હાર્દિક ને બચાવવા માટે કોશિશ કરી ભગવાન ની સામે હરિફાઈમાં ઉતરી હતી. થેલેસેમીયા ની એ બિમારી