વન્સ અપોન અ ટાઈમ - 140

(77)
  • 6.2k
  • 6
  • 3.4k

વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 140 ‘દાઉદ ગેંગમાંથી પહેલા છોટા રાજન અને પછી અબુ સાલેમ છૂટા થઈ ગયા એ પછી છોટા શકીલ ખાસ્સો પાવરફૂલ બની ગયો હતો. તેણે દાઉદ ગેંગમાં પોતાનાં ઘણાં સગાંવહાલાંઓની ભરતી કરાવી દીધી હતી. શકીલે દાઉદ ગેંગમાં બે મહત્વના માણસ તરીકે તેના બનેવી સલીમ કુરેશી અને ભાઈ અનવરને ગોઠવી દીધા હતા. દુબઈમાં રહેતો સલીમ કુરેશી દાઉદ ગેંગના ક્રિકેટ બેટિંગ, જુગાર અને ડ્ર્ગ્સના ધંધામાં ધ્યાન આપતો હતો તો શકીલનો ભાઈ અનવર ખંડણી ઊઘરાણીના ‘ધંધા’માં અને ખંડણીની રકમ ન ચૂકવનારાઓ પર હુમલો કરાવવામાં અથવા તો તેમને ખતમ કરાવવામાં મહત્વની કડીરૂપ બની ગયો હતો. પણ 2001ની શરૂઆતથી