વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 139 મુંબઈમાં દાઉદની પ્રોપર્ટીની લિલામીની કોશિશમાં આવકવેરા ખાતાનો બે વાર ફિયાસ્કો થયો એટલે આવકવેરા ખાતા દ્વારા થોડા મહિનાઓ સુધી દાઉદની પ્રોપર્ટીની લિલામી પ્રક્રિયા અટકાવી દેવાનો નિર્ણય લેવાયો. આ દરમિયાન આવકવેરા ખાતાએ દાઉદના કેટલાક મહત્વના સાથીદારોની પ્રોપર્ટી પણ જપ્ત કરી હતી. આવકવેરા ખાતાએ આવકવેરા પેટે દાઉદ ઈબ્રાહિમ પાસેથી રૂપિયા 45 કરોડ જેટલી રકમ વસૂલ કરવાની હતી તો દાઉદના બે મહત્વના સાથીદાર અને મુંબઈના સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ્સ કેસના મુખ્ય આરોપીઓ મોહમ્મદ ડોસા અને ટાઈગર મેમણ પાસેથી પણ અનુક્રમે રૂપિયા 38 કરોડ અને રૂપિયા 36 કરોડ જેટલી રકમ વસૂલવાની હતી. ટૂંકમાં, દાઉદ, મોહમ્મદ ડોસા અને