શિકાર : પ્રકરણ 9

(219)
  • 6k
  • 9
  • 3.3k

નવાપુરાથી ચારેક કિલોમીટર અમદાવાદ તરફ ‘આચાર્ય સત્યાનંદ સ્વામીનો ભક્તિધામ આ તરફ’ લખેલું બોર્ડ વાંચીને ઓડી ધીમી પાડી. આશ્રમમાં ગાડી પ્રવેશી પણ ગેટ ઉપર કોઈએ રોક્યા નહિ. કોઈ પૂછપરછ કરાઈ નહિ. જુહીએ ગીયર બદલીને નજર કરી. જમણી તરફ ગાડીઓ પડી હતી. એ પાર્કિંગ હોવું જોઈએ એમ ગણી ગાડી સીધી જ પાર્કિંગ લોટ તરફ લીધી. ગાડી ઉભી રહી એટલે દસ્તાવેજવાળી બેગ લઈને નિધિ નીચે ઉતરી. "તું ગાડીમાં જ બેસ હું તરત જ આવું છુ." કહી નિધિએ આશ્રમમાં ચારેય તરફ નજર કરી. આશ્રમ વિશાળ હતો. સોળેક વિધામાં એ ફેલાયેલો હશે. નિધિ આવા કોઈ આશ્રમમાં આ પહેલા ક્યારેય આવી ન હતી એટલે અનાયાસે એની