મારી ચૂંટેલી લઘુકથાઓ - 31

(11)
  • 3k
  • 1k

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા યુદ્ધ તોપ અને ટેંક સાથે બંને દેશોની સેના આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ઉભી કરી દેવામાં આવી હતી. બંને દેશો વચ્ચે ગોરીલ્લા યુદ્ધ તો લાંબા સમયથી ચાલી રહ્યું હતું પરંતુ હવે કોઇપણ ક્ષણે યુદ્ધનું સ્પષ્ટ એલાન થવા જઈ રહ્યું હતું. બંને દેશોના નાગરિકોમાં પણ દેશપ્રેમની લાગણી પૂરા જોશમાં હતી. દરેક પળે ઉત્તેજના વધી રહી છે. “શાંતિની ઈચ્છાને અમારી નબળાઈ ન સમજવામાં આવે!” અહીંથી કહેવામાં આવેલું નિવેદન ત્યાં જઈ રહ્યું હતું. “અમને કાયર ન સમજતા. અમે અમારા પાછલા તમામ પરાજયનો બદલો લેવા માટે પૂરી રીતે તૈયાર છીએ.” ત્યાંથી ઉછાળવામાં આવેલું નિવેદન અહીં આવી ગયું હતું.