ગુરુદત્ત વક્ત ને કિયા ક્યા હંસી સિતમ, હમ રહે ના હમ તુમ રહે ના તુમ(કાગઝ કે ફૂલ )..દેખી ઝમાને કી યારી, બિછડે સભી બારી બારી (કાગઝ કે ફૂલ )..મિલી ખાક મેં મહોબત્ત જલા દિલ કા આશિયાના ( ચૌદહવી કા ચાંદ)...જાને વો કૈસે લોગ થે જિન્હેં પ્યાર કો પ્યાર મિલા.હમને તો કલીયા માંગી થી કાંટો કા હાર મિલા (પ્યાસા ) આ બધા ગીતોમાં એક છૂપું દર્દ છે. પીડા છે જે સાંભળનારના હ્રદયને સીધે સીધું સ્પર્શી જાય છે.આંખ ભીંજવી જાય છે. ગુરુદત્તનો જન્મ કર્ણાટકના મેંગલોરમાં તા.૯/૭/૧૯૨૫ ના રોજ થયો હતો.બાળપણ કોલકત્તામાં વીત્યું હતું. સાચું નામ હતું શિવશંકર પદૂકોણ. પિતા બેંકમાં નોકરી કરતા