મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા નિશ્ચય નીલાંચલ, હા ત્રીસ માળની બિલ્ડીંગનું આ જ નામ છે જેના અઢારમાં માળે અઢારસો સ્ક્વેર ફૂટના આલીશાન ફ્લેટમાં જગદીશલાલ પોતાની અઢળક સંપત્તિ સાથે સાવ એકલા રહે છે. એકનો એક દીકરો તો વિદેશમાં પોતાના મૂળિયાં મજબૂત કરવા એક વર્ષ પહેલા જ ઉડી ગયો હતો અને બે વર્ષ અગાઉ મૃત્યુએ પત્નીને પણ તેમનાથી છીનવી લીધી હતી. જગદીશલાલનું મન છેલ્લા વીસ દિવસથી બેચેન હતું. એકલાપણું હવે તેમની ઉંમર પર ભારે પડવા લાગ્યું છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી મોબાઈલના સ્ક્રિનને આંગળીથી સ્પર્શ કરવાનું વિચારી રહ્યા હતા પરંતુ કોઈ નિર્ણય પર પહોંચી શક્યા ન હતા. છેવટે તેમની